'ખેલા હોબે'ગેમમાં TMCની જીત, ભાજપની હાર
🎬 Watch Now: Feature Video
કોલકાતાઃ ચૂંટણી પ્રચારમાં ઝુમલાઓની ભૂમિકા મહત્વની હોય છે. દરેક વખતે નારાઓથી ચૂંટણી સંગ્રામ જીતવાનો પ્રયાસ કરવામાં આવે છે. બંગાળ ચૂંટણીમાં સત્તાધારી તુણમૂલ કોંગ્રેસે આ વખતે 'ખેલા હોબે'નો નારો આપ્યો હતો. તુણમૂલ કોંગ્રેસનો લોકપ્રિય દરેક ચૂંટણી ઝુમલો 'ખેલા હોબે'(રમત થઇ ગઈ)ને પ્રતિદ્વંદ્ધી ભાજપ પણ રટતી જોવા મળી હતી. બન્ને પાર્ટીના દિગ્ગજોએ આના શબ્દોનો ખૂબ ઉલ્લેખ કર્યો અને પશ્ચિમ બંગાળમાં પોતાની રેલીઓમાં આ શબ્દોની આજુ-બાજુ જ ભાષણ આપ્યું હતું, જ્યારે મમતા બેનર્જી રેલીઓમાં મતદાતાઓ પાસે પ્રશ્ન કરતાં હતાં કે, શું તે ખેલા હોબે માટે તૈયાર છે? જેના જવાબમાં લોકો તાળીઓનો ગળગળાટ કરતા હતા. આ સાથે જ વડાપ્રધાન મોદીએ પણ પોતાની રેલીમાં મમતા દીદીની ખેલા હોબે પર ચુટકી લીધી હતી. જે લોકોની જુબાન પર ચઠી ગયું હતું, પરંતુ હવે આ રમતમાં ભાજપની હાર થઇ છે. બેગાળમાં મમતાની આગેવાનીમાં સરકાર બનવા જઇ રહી છે. નંદીગ્રામમાં પણ લોકોએ એક ફૂલની જગ્યાએ 2 ફૂલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.