દિલ્હીમાં વકીલો અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં 20 પોલીસકર્મી સહિત 8 વકીલ ઘાયલ,CBI કરશે તપાસ - કૉર્ટમાં પોલીસનો સંઘર્ષ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ દિલ્હીની તીસ હજારી કૉર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા હતા. પાર્કિંગની બાબત અંગે માથાકૂટ થતા અહીં ગોળી પણ ચલાવાઈ છે જેમાં એક વકીલ ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પોલીસ અને વકીલો વચ્ચે થયેલી ખેંચતાણમાં પોલીસે કૉર્ટમાં પ્રવેશવાના તમામ દરવાજા બંધ કરી દીધા હતા. આ ઘટના બાદ દિલ્હી જિલ્લા કૉર્ટ કૉઓર્ડીશન કમિટિના ચેરમેન મહાવીર સિંહ અને સચિવ ધીરસિંહ કંસનાનાને 4 નવેમ્બર સુધી વકીલોને હડતાલ માટે આહ્વાન કરવામાં આવ્યું છે. તીસ હજારી કૉર્ટના દિલ્હી બાર એસોસિએશનની ચૂંટણી 5 નવેમ્બરે યોજાશે. ચૂંટણીમાં આ મુદ્દો ઉઠશે.મળતી માહીતી મુજબ આ ઘટનામાં ઘાયલોની સંખ્યામાં વધારો થયો છે. ઘટનામાં 20 પોલીસકર્મીઓ સાથે 8 વકીલ ઘાયલ થયા છે. આ બાબતને હવે CBIને સોંપવામાં આવી છે. આગળની તપાસ CBI દ્વારા કરવામાં આવશે.
દિલ્હીની 30 હજારી કોર્ટમાં વકીલ અને પોલીસ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ છે. રિપોર્ટ પ્રમાણે અહીં પોલીસે ફાયરિંગ કરી હતી. પોલીસના ફાયરિંગ પછી વકીલો ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે પોલીસની ગાડીમાં આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત વકીલોએ પોલીસના અમુક અધિકારીઓ સાથે પણ મારઝૂડ કરી હતી. રિપોર્ટ પ્રમાણે વકીલોએ ઘણી ગાડીઓમાં તોડફોડ કરી છે. આ હિંસા દરમિયાન ફાયરિંગ પણ થયું હતું અને તેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો.આ ઘટના દરમિયાન મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ, વિવાદ એટલો વકર્યો કે, વકિલોએ પરિસરની ગાડીઓમાં તોડફોડ શરૂ કરી દીધી અને પોલીસની કેટલીય ગાડીઓને આગ ચાંપી. આ ઘર્ષણમાં અનેક વકિલો ઘાયલ થયાં જેમને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ ઘર્ષણમાં એક વકિલને ગોળી લાગી છે અને આ ગોળી પોલીસની ફાયરિંગમાં વાગી છે. આરોપીને હાજર કર્યાં બાદ એક પોલીસકર્મી પરત આવી રહ્યો હતો તે દરમિયાન વકિલ તે આરોપી સાથે વાત કરતા લોકઅપ સુધી પહોંચ્યાં ત્યારે પોલીસે તેને અટકાવી કહ્યું કે, અહીં વકિલને આવવાની મંજૂરી નથી. તે બાદ વકિલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. જેમાં વકિલો અને પોલીસ આમને સામને થઈ ગઈ. જેમાં પોલીસકર્મીએ ગોળી ચલાવી જે વકિલના વાગી ગઈ.પ્રાથમિક માહિતી અનુસાર પાર્કિંગના મુદ્દે વકીલો અને પોલીસ વચ્ચે ચાલી રહેલી ચર્ચાએ અચાનક જ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમાંથી એક ગંભીર રીતે ઘાયલ વકીલને સેન્ટ સ્ટીફન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Last Updated : Nov 3, 2019, 3:42 AM IST