ચા ના રસિયા કે શરતના શોખીન..? એક શરત માટે પીધી 45 કપ ચા.. - 45 કપ ચા એકસાથે પીધી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4458874-thumbnail-3x2-tea.jpg)
પુનાઃ દુનિયામાં ચાના રસિકો કેવા-કેવા નવતર પ્રયોગો કરતા હોય તે આપણે જાણીએ જ છીએ. પરંતુ કોઈ એક શરત માટે આટલી ચા પીવે તે આશ્ચર્યજનક બાબત છે. કોઈ માણસ એક વખતમાં ત્રણ, ચાર કે વધીને પાંચ કપ ચા એકસાથે પી શકે પંરતુ આ વ્યક્તિએ 45 કપ ચા એકસાથે પીધી હતી. જેની પાછળનું કારણ જાણશો તો તમે પણ અચંબિત થઈ જશો. મહારાષ્ટ્રના પુનામાં રહેતા સચિન 20 મીનિટમાં 45 કપ ચા પી જવાની 1000 રૂપિયાને શરત માટે 9 મીનિટમાં 45 કપ ચા પી ગયા હતા. આ પ્રકારના વ્યક્તિને ચા ના રસિયા ગણવા કે પછી શરતના શોખીન એ કહેવુ મુશ્કેલ છે.