યમુનાનગરઃ પ્રવાસી મજૂરોએ હાઈવે પર નાકાબંધી કરતા પોલીસે કર્યો લાઠીચાર્જ - પોલીસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7232122-thumbnail-3x2-hariyana.jpg)
યમુનાનગર: પંજાબથી ઘરે પરત આવતાં પ્રવાસી મજૂરોએ જિલ્લાના કરેડા ખુર્દ ગામે હંગામો કર્યો હતો. પહેલા કામદારો સરકારી શાળામાં રહ્યા હતા. જે બાદ કેટલાક પ્રવાસી મજૂરો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવી ગયા હતા અને ઘરે પરત આવવાની માંગણી સાથે હંગામો શરૂ કર્યો હતો. પ્રવાસીઓએ બંને તરફથી હાઈવેને નાકાબંધીં કરી દીધો હતો. જેના કારણે ટ્રાફિક થવા લાગ્યો હતો. જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રવાસી મજૂરોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવ્યા બાદ પણ પ્રવાસી મજૂરો ત્યાંથી હટ્યા ન હતા ત્યારે પોલીસે પ્રવાસી મજૂરો ઉપર લાઠીચાર્જ કર્યો હતો.