જુઠ્ઠું બોલવાનો એવોર્ડ કેજરીવાલને મળવો જોઇએ : અમિત શાહ - છતરપુર વિધાનસભા
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે છતરપુર વિધાનસભામાં ભાજપ ઉમેદવાર બ્રહ્મસિંહ તંવરના સમર્થનમાં જનસભા યોજી હતી. અમિત શાહે જનતાને સંબોધિત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારે CAA, રામ મંદિર, કલમ 370, ત્રણ તલાક અને દિલ્હીમાં 1731 કોલોનિઓનો તેમનો હક આપ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેઓએ કહ્યું કે,કેજરીવાલ સરકારે ફક્ત લોકોને ગુમરાહ કર્યા છે. તેઓએ દિલ્હીમાં ખોટા વાયદાઓ કર્યા છે. કેજરીવાલ સરકાર એક પણ વાયદાઓ પૂર્ણ નથી કર્યા. અન્ના હજારે વિશે તેઓએ કહ્યું કે,જે પોતાના ગુરૂનો નથી તે કોઇ નો પણ નથી થઇ શકતો. તેઓએ વધુમાં કહ્યું કે, જોકે જુઠ્ઠું બોલવાનો એવોર્ડ હોય તો તે કેજરીવાલને મળવો જોઇએ.