અરે...આ શું બોલી ગયા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ! - gujarat
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ બે દિવસ ગુજરાત પ્રવાસે આવેલા જે.પી. નડ્ડા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટિ પહોંચ્યા હતા. જ્યાં તેમના સંબોધન દરમિયાન જીભ લપસી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટિને દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાને બદલે દુનિયાની સૌથી ઉંચી બિલ્ડીંગ કહી દીધી હતી. આ દરમિયાન અચાનક ભૂલ કર્યાનો અહેસાસ થતા સોરી કહી અને બિલ્ડીંગની બદલે સ્ટેચ્યુ બોલી પોતાની ભૂલ સુધારી લીધી હતી. અહીં વધારે આશ્ચર્યની વાત એ હતી કે, તેમના ખોટા સંબોધન દરમિયાન પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મહામંત્રી ભારતસિંહ પરમાર સહિતના આગેવાનો તાળી પાડી તેમના સંબોધનનું અભિવાદન કરી રહ્યાં હતા.
Last Updated : Jul 20, 2019, 3:16 PM IST