આયર્લેન્ડના વડાપ્રધાન લીઓ વરાડકર સિંધુદુર્ગમાં, પોતાના ગામની મુલાકાત લીધી - આયરલેન્ડના વડાપ્રધાનનું વતન
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્ર: આયરલેન્ડના વડાપ્રધાન લિઓ વરાડકર આજે તેમના વતન પહોંચ્યા છે. તેઓ સિંધુદુર્ગના માલવન તાલુકાના વતની છે. આ તેમનો ખાનગી પ્રવાસ છે. તેમના પિતાની ઈચ્છાના કારણે તેઓ પરિવાર સાથે વતનની મુલાકાતે આવ્યા છે. આ સમયે, તેમણે સહ પરિવાર ભોજનની મજા માણી હતી. લીઓએ વતનમાં આવીને તેમના ઘરના આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, તે ટૂંક સમયમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ લેશે.