કાશ્મીરના લોકોના મનમાં ડર છેઃ મહેબુબા મુફ્તીની પુત્રી - જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તી.
🎬 Watch Now: Feature Video
જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તી પર જન સુરક્ષા કાયદો લગાવવામાં આવ્યો છે અને તેને લઇને મહેબુબાની પુત્રીએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. મહેબુબાની પુત્રીએ કહ્યું કે, મહેબુબા પર લગાવવામાં આવેલ કાનૂન ગેરકાનૂની છે. વધુમાં તેમણે જણાવ્યું કે, લોકોના મનમાં ડર છે તેના કારણે લોકો કાંઇ પણ બોલી રહ્યા નથી. વધુમાં તેણે ઉમેર્યું કે, હું છેલ્લા એક મહિનાથી મારી માતાને મળી શકી નથી અને હુ આ લડાઇ મારી માતાને બચાવવા માટે નથી લડી રહી. જ્યારે તેમની સાથે રાજનિતીની વાત કરવામાં આવી ત્યારે તેને કહ્યું કે, હાલ એવો કોઇ વિચાર નથી.