3 દિવસથી એમ્સ્ટરડેમ એરપોર્ટ પર ફસાયેલા થાણેના દંપતીએ લગાવી મદદની ગુહાર - amesterdam airport
🎬 Watch Now: Feature Video
એમ્સ્ટરડેમઃ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહેલા કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. જે કારણે એરપોર્ટ પર હજારો મુરાફરો ફસાયા છે. યુરોપના એક એમ્સ્ટરડેમના એરપોર્ટ પર ગુજરાતી દંપતી છેલ્લા 3 દિવસથી ફસાયું છે. આ દંપતીએ સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે ભારત સરકાર પાસે મદદ માટે ગુહાર લગાવી છે. તેમણે ભારત સરકાર પાસે વતન પરત આવી શકે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે આપીલ કરી છે.