ભારતમાં કોરોનાના પહેલા કેસથી લઇ 42 હજારથી વધુ કેસ કઈ રીતે થયા, જુઓ વીડિયો... - કોરોના વાઇરસ
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક : દેશમાં 4 મે સુધીમાં 42,533 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 1,373 લોકોના મોત થયા છે. આ સાથે જ હવે મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 14 હજારને પાર પહોંચી ગયો છે અને બીજા ક્રમે ગુજરાતમાં 5 હજારથી વધુ લોકો આ મહામારીમાં સપડાયા છે. આ ઉપરાંત 4,500 હજારથી વધુ કેસ સાથે રાજધાની દિલ્હી ત્રીજા નંબર પર છે. જોકે અન્ય રાજ્યોમાં પણ કોરોના વાઇરસના સંક્રમિતોની વાત કરવામાં આવે તો કેસમાં વધારો થતો જ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં કોરોનાના પહેલા કેસથી 42 હજાર કેસ સુધી કયા રાજ્યમાં કેટલી ગતિ જોવા મળી તેમજ તમામ રાજ્યોના સંક્રમિતોના આંકડાઓ જાણવા માટે જૂઓ આ બાર ચાર્ટ.