દિલ્હીના ગાંધીનગરમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં - fire news in delhi
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: ઉનાળાની શરૂઆત સાથે જ દિલ્હીમાં આગ લગાડવાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો મુજબ, પૂર્વ દિલ્હીના ગાંધીનગર રઘુવર પુરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યાં એક મકાનમાં ભારે આગ લાગી છે. અગ્નિશામક દળની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગ્નિશામક દળ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 12 અગ્નિશામક ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી છે. જેમના દ્વારા આગને કાબૂમાં લેવાની પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હજૂ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.