પ્રખ્યાત લોકગાયિકા માલિની અવસ્થી સાથે છઠ્ઠ પૂજા અને ભોજપુરી ભાષા વિશે વિશેષ વાત - છઠ્ઠ પર્વ પર માલિની અવસ્થી સાથે વાતચીત
🎬 Watch Now: Feature Video
લખનઉઃ લોકગાયનની દુનિયામાં માલિની અવસ્થી એક ખૂબ જ પ્રચલિત નામ છે. હિન્દીની અવધી, ભોજપુરી અને બુંદેલી જેવી વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં લોક ગીતોને તેમણે એક નવી ઓળખ આપી છે. તેઓ ઠુમરી અને કજરીમાં પણ પ્રસ્તુતી આપે છે. રાજ્યના કન્નૌજ જિલ્લામાં જન્મેલાં માલિની અવસ્થીએ લખનઉના ભાતખંડે સંગીત મહાવિદ્યાલય (હવે વિશ્વવિદ્યાલય)થી શાસ્ત્રીય સંગીતમાં અનુસ્નાતક કર્યું છે. તેઓ બનારસ ઘરાનાનાં સુપ્રસિદ્ધ ગાયિકા પદ્મવિભૂષણ ગિરિજા દેવીની શિષ્યા છે. માલિની અવસ્થીએ લોકગાયનને ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, મોરિશસ, ઈંગ્લેન્ડ અને ફિઝી જેવા દેશ સુધી પહોંચાડી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેમણે અનેક ફિલ્મોમાં પણ ગીત ગાયા છે. વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણીમાં તેમને ચૂંટણી પંચે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં હતાં. તેમણે પદ્મશ્રી સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. છઠ્ઠ પર્વના પ્રસંગે અમે માલિની અવસ્થી સાથે વિવિધ વિષયો પર વાતચીત કરી હતી. તો પ્રસ્તુત છે વાતચીતના પ્રમુખ અંશ.