દ્વારકા: હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખતી ભાણવડ પોલીસ - ભાણવડ સમાચાર
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ભાણવડમાં પત્નીએ પતિની ગુમ થયાની ફરીયાદ દાખલ કરાવી હતી. જેમાં આરોપીને પૈસાની જરૂર પડી હતી. જેના કારણે એક મહિલા અને બે પુરુષે સાથે મળી મૃતક રાણાભાઈ સાદીયા પોતે ગળામાં ત્રણ તોલાનો સોનાનો ચેઇન પહેરતો હતો જેને આપ્યો. મહેશ સાદીયા, હિતેશ સાદીયા, સબરી બેન સાદીયાએ મળીને રાણાભાઈને માથાના ભાગે પિતળનો કળશિયો મારી ગળામાં દોરડા વડે ટૂંપો દઈને ગળામાં પહેરેલો સોનાનો 3 તોલાનો હાર તે જેની કિંમત 1.20 લાખ છે તેની લૂંટ અને હત્યા કરી હોવાનું માલુમ પડતા ભાણવડ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં હત્યા નિપજાવી રાણાભાઈના મૃતદેહને કૂવામાં નાખી દઈને પુરાવાનો નાશ કર્યો હતો જેથી પોલીસ દ્વારા બન્ને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ભાણવડ પોલીસ દ્વારા આરોપીઓ પર 302, 394, 201, 114, 120 (બી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.