Pegasus જાસૂસીકાંડની SCના જજ દ્વારા તપાસ કરવાની માગણી છે: શક્તિસિંહ ગોહિલ - પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તપાસની માગણી કરતા શક્તિસિંહ ગોહિલ
🎬 Watch Now: Feature Video

દેશમાં ગેરકાનૂની પદ્ધતિએ પેગાસસ ( Pegasus ) સોફ્ટવેર દ્વારા નેતાઓ, પત્રકારો, વ્યાપાર સંસ્થાના લોકોના ફોન ટેપિંગના સમાચાર સામે આવ્યાં બાદ સંસદનાં 267 નોટિસ હેઠળ ચર્ચાની માગણી કરવામાં આવી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સરકાર ચોર નથી તો ચર્ચાથી કેમ ભાગી રહી છે? સુપ્રીમકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં આ બાબતે તપાસ કરવાની માગણી શક્તિસિંહ ગોહિલે કરી છે.