ડિફેન્સ એક્સપો 2020ઃ હેવી વેઈટ ટોર્પેડો વરૂણાસ્ત્ર આકર્ષણનું કેન્દ્ર - જહાજો પર હુમલા
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશઃ લખનઉ ખાતે આયોજીત ડિફેન્સ એક્સપો 2020માં તમામ મોટા હથિયારોને પ્રદર્શન માટે મુકવામાં આવ્યા છે. ભારતમાં બનેલું કદાવર હેવી વેઈટ ટોર્પેડો વરૂણાસ્ત્ર આકર્ષણનું કેન્દ્ર છે. આ હથિયાર વડે પાણીમાં છુપાયેલી સબમરીનને નષ્ટ કરી શકાય છે. આ હથિયાર લેવલ સાયન્સ અને ટેકનોલોજી લેબોરેટરીમાં બનાવવામાં આવ્યું છે. આ ભારતમાં બનેલી પહેલી હેવી વેઈટ ટોર્પેડો છે. આ ટોર્પેડો પાણી અંદર સબમરીન તેમજ જહાજો પર હુમલામાં બ્રહ્માસ્ત્ર સમાન છે.