હોળી નિમિત્તે સાંસદ નવનીત રાણાનું આદિવાસી નૃત્ય - navneet rana holi celebration
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્રઃ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતીને કારણે આ વર્ષે હોળીની ઉજવણી ખૂબ જ સાદગીસભર કરવા લોકોને અપીલ કરી છે, છતાં આદિવાસીઓનો ઉત્સાહ દર વર્ષ જેવો જ જોવા મળી રહ્યો છે. મેલઘાટમાં હોળીની ખાસ પ્રકારની ઉજવણી વર્ષોથી થતી આવી છે. આદિજાતિ સમાજમાં હોળી મહત્વપૂર્ણ છે, ત્યારે પાછલા 11 વર્ષોથી ધારાસભ્ય રવિ રાણા અને સાંસદ નવનીત રાણા આદિવાસીઓ સાથે હોળીની ઉજવણી કરે છે. આ વર્ષે પણ હોળીના અવસરે નવનીત રાણાએ આદિવાસી મહિલાઓ સાથે પ્રખ્યાત કોર્કુ નૃત્ય કરીને હોળીનો આનંદ માણ્યો હતો.