UP : ગોંડાના ટીકરી ગામે રસોઇ કરતી વખતે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ, 8ના મોત - સિલિન્ડરમાં વિસ્ફોટ
🎬 Watch Now: Feature Video
ગોંડા: ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટીકરી ગામે રસોઇ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. જેના કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ વિસ્ફોટમાં 2 મકાનો ધરાશાયી થયા હતા. જેના કાટમાળ નીચે પરિવારના 15 સભ્યો દબાઈ ગયા હતા,જે પૈકી 8 લોકોનાં મોત ઘટાનાસ્થળે થયા હતા, જ્યારે અન્ય 7 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક બાળક પણ કાટમાળ નીચે દબાવવાની આશંકા છે. જેનું રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે.
Last Updated : Jun 2, 2021, 11:52 AM IST