ચેન્નાઈમાં CRPFના જવાનની 6 ગોળી મારી હત્યા - Heavy Vehicle Factory
🎬 Watch Now: Feature Video
ચેન્નાઈ: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના જવાને બીજા જવાનની 6 ગોળી મારી હત્યા કરી હતી. ચેન્નઈનાં આવાડી વિસ્તાર ખાતે હેવી વ્હિકલ ફેક્ટરી(HVF) કાર્યરત હતી. HVFમાં ગુરૂવાર રાત્રે CRPF જવાન ગિરિજેશકુમાર(48) સુરક્ષા કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યો હતો. તેની શિફ્ટ પૂરી થઈ ગઈ હોવાથી, નિલમ્બર સિન્હા નામનો બીજો CRPF જવાન ચાર્જ લેવા HVF આવ્યો હતો. અજ્ઞાત કારણોસર તેણે ગિરિજેશકુમાર પર ગોળીબાર કર્યો હતો. નિલમ્બરે ગિરિજેશકુમારની છ ગોળી મારી હત્યા કરી હતી. આ ગોળીબાર કરવા પાછળનું કારણને લઇ હાલમાં તપાસ ચાલુ છે. ગિરિજેશકુમાર હિમાચલ પ્રદેશનો છે. જ્યારે સિન્હા ત્રિપુરાનો છે. પોલીસના જણાવ્યાં અનુસાર, કામના વધુ પડતા ભારણને કારણે સિન્હા માનસિક બીમાર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.