કોરોના વોર્ડમાં મધુર વાંસળી ગૂંજી, કોવિડ પેશન્ટે વાતાવરણ કર્યું મનમોહક - ghaziabad news
🎬 Watch Now: Feature Video
ગાઝિયાબાદ: દેશમાં કોરોના કહેરની વચ્ચે ગાઝિયાબાદના કૌશમ્બીની યશોદા હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કોવિડ પેશન્ટ પિયુષ શર્માની સુંદર વાંસળીનો મધુર સૂર રેલાવ્યો છે. વીડિયોમાં પિયુષ વાંસળીની ધૂન વગાડી હોસ્પિટલનો માહોલ મોહક કરી રહ્યો છે. વાંસળી વગાડનાર પિયુષ વ્યવસાયે બેંગાલુરુમાં IT પ્રોફેશનલ છે. તે તેના પરિવારને મળવા ઘરે આવ્યો હતો ત્યારે તેને ખબર પડી કે તે પોતે કોરોના સંક્રમિત છે. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સકારાત્મક ઉર્જાને કારણે તે જલ્દીથી સ્વસ્થ થઈ રહ્યો છે.
Last Updated : May 26, 2021, 9:40 AM IST