દાહોદમાં ST કર્મચારીઓએ જનતા કરફ્યૂને બહોળો પ્રતિસાદ આપ્યો - latestgujaratinews
🎬 Watch Now: Feature Video
દાહોદ: કોરોના વાઈરસને હરાવવાના સંકલ્પ સાથે દાહોદ શહેર સહિત જિલ્લામાં સજ્જન બંધ પાળ્યો હતો. દેશમાંથી કોરોના વાઈરસને હરાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર જનતા કરફ્યૂને દાહોદ શહેર અને જિલ્લામાં સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. શહેરના પડાવ વિસ્તાર નગરપાલિકા વિસ્તાર ગોધરા રોડ સહિત રાજમાર્ગો પર સન્નાટો છવાયેલો હતો. તમામ દુકાનો બંધ હોવાની સાથે જિલ્લાવાસીઓ પણ સ્વયંભૂ બંધ પાળી સાંજ સુધી ઘરમાં રહ્યા હતા. 05:00 વાગતાની સાથે ઘર બહાર થાળીઓ વગાડવાનો શરૂ કર્યું હતું. જ્યારે ફરજ બજાવતા એસટી કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓએ તાળીઓ વગાડી હતી. જાહેર સંસ્થાઓ દ્વારા સાયરન વગાડીને રાષ્ટ્રહિતમાં દવાખાનાઓમાં સેવા ફરજ બજાવી રહેલા ડોક્ટરો સ્ટાફ નર્સે અને કર્મચારીગણ ઓનો આભાર વ્યક્ત કર્યો હતો.