કૃષિ કાયદાઓના થઈ રહેલા વિરોધને લઈને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી બિરેન્દ્ર સિંહ સાથે ETV ભારતની ખાસ વાતચીત - ભાજપ નેતા ચૌધરી બિરેન્દ્રસિંહ
🎬 Watch Now: Feature Video
દેશભરમાં ખેડૂતો દ્વારા કૃષિ કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો દ્વારા બે મહિનાથી વધુ સમયથી વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો થઈ હોવા છતાં તમામ વાટાઘાટો નિષ્ફળ સાબિત થઈ છે. ETV BHARATના વરિષ્ઠ સંવાદદાતા અનમિકા રત્નાએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ચૌધરી બિરેન્દ્ર સિંહ સાથે આ મુદ્દે વિશેષ ચર્ચા કરી હતી. જેમાં બિરેન્દ્રસિંહે કહ્યું કે, કોઈ સરકાર ખેડૂતોને બદનામ કરીને ચલાવી શકે નહીં. આ સાથે તેમણે મોદી સરકારને આ કાયદાઓ પર ફરી એકવાર વિચાર કરવા જણાવ્યું હતું.
Last Updated : Feb 18, 2021, 9:40 AM IST