ઝારખંડના ગિરિડીહમાં હાથીનું બચ્ચું કુવામાં પડ્યું, વન વિભાગની ટીમે કર્યૂ રેસ્કયૂ
🎬 Watch Now: Feature Video
ઝારખંડઃ રાજ્યના ગિરિડીહમાં રવિવારે રાત્રે એક હાથીનું બચ્ચુ કુવામાં પડી ગયુ હતું. ત્યારે આ અંગેની માહિતી મળતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે કુવામાં પડેલા હાથીના બચ્ચાને બચાવવા રેસ્ક્યૂ શરૂ કર્યું હતું. ત્રણ જેસીબી મશીનોની મદદથી હાથીના બચ્ચાને કૂવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સવારે આઠ વાગ્યાથી હાથીના બચ્ચાને કાઢ વાનો પ્રયાસ શરૂ હતો. ઉલ્લેખનિય છે કે, સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરૂવારે ચાર દિવસ પહેલા જંગલી હાથીઓએ એક યુવકને રાત્રે કચડી નાખ્યો હતો. જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.