જેટલો પણ વિરોધ કરવો હોય તેટલો કરો સરકાર નહીં ઝૂકેઃ અમિત શાહ - cca kanoon
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વચ્ચે આજે ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન આવ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, બહારથી આવેલા શરણાર્થીઓને અમારી સરકારે ચોક્કસપણે નાગરિકતા આપશે. વિપક્ષને જે પણ રાજનીતિ કરવી હોય તે કરે. ભાજપ તથા મોદી સરકાર અડગ છે. તેમણે કહ્યું કે, શરણાર્થીઓને નાગરિકતા મળશે, તેઓ ભારતના નાગરિક બનશે અને સન્માન સાથે દુનિયામાં જીવશે.