Ukraine Russia war:યુક્રેનમાં ફસાયેલી પાટણની વિદ્યાર્થીની ઘરે પરત ફરી - Ukraine Russia invasion

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 2, 2022, 9:07 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

ગુજરાતમાંથી યુક્રેનમાં MBBSના અભ્યાસ અર્થે મોટી(Ukraine Russia war)સંખ્યામાં વિદ્યાર્થીઓ ગયા છે. ત રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાતા આ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. યુદ્ધગ્રસ્ત યુકેનમાં ફસાયેલા ભારતીય વિધાર્થીઓને(Indian students trapped in Ukraine) પરત લાવવા માટે સરકાર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પાટણ શહેરમાં શીશ બંગલોઝમાં રહેતી અને યુક્રેનમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જાનવી કૌશિક ભાઈ મોદી પાંચ દિવસનો સંઘર્ષ કરીને ઇન્ડિયન એમ્બેસી દ્વારા વ્યવસ્થા કરાયેલ ફલાઇટમાં દિલ્હી પહોંચી અને (Operation Ganga)ત્યારબાદ સુરક્ષિત પાટણ પોતાના ઘરે પહોંચતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. દીકરી હેમખેમ પરત આવેલી જોઈને તેની ખુશીમાં પરિવાર જનોએ ફટાકડા ફોડી આરતી ઉતારી દીકરીનું સ્વાગત કર્યું હતું સાથે જ ભગવાન આભાર માની સરકારની કામગીરીની સરાહના કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.