Demolition of a Hindu temple : જમ્મુમાં અજાણ્યા બદમાશોએ કરી મંદિરમાં તોડફોડ - Demolition of a Hindu temple
🎬 Watch Now: Feature Video
જમ્મુ : જમ્મુ શહેરને અડીને આવેલા સિધ્રા વિસ્તારમાં કેટલાક અજાણ્યા બદમાશોએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી(Demolition of a Hindu temple) હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું હતું કે શહેરની બહાર સિધ્રામાં સ્થિત એક દાયકા જૂના મંદિરમાં દેવતાઓની ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ મળી આવી હતી. સિધ્રાથી લગભગ ચાર કિલોમીટર દૂર રંગુડા વિસ્તારમાં ગોલ્ફ કોર્સની પાછળના જંગલ વિસ્તારમાં લક્ષ્મી નારાયણનું મંદિર બનાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ગત રાત્રે બદમાશોએ મંદિરમાં તોડફોડ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST