Protests in Surat : સુરતમાં લોકોએ મચ્છર દાની ઓઢીને કર્યો અનોખો વિરોધ
🎬 Watch Now: Feature Video
સુરત : પુણા વિસ્તારમાં ઈશ્વર નગર સોસાયટીમાં મચ્છરોના ત્રાસના (Protests in Surat Over Mosquito Bites) કારણે રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. આ અંગે અનેક ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી. તેને લઈને રહીશો રોષે ભરાયા (Protest Against Mosquitoes in Surat) હતા અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આજે સોસાયટીના રહીશો અને બાળકો મચ્છર દાની ઓઢીને આવ્યા હતા અને રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત બેનરો પણ આવ્યા હતા જેમાં મચ્છર ભગાડો, મચ્છર દાની આપો, નબર 1 સુરતમાં મચ્છરનો ઉપદ્રવ જેવું લખાણ પણ લખવામાં આવ્યું હતું. સુરેશ કુકડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી ખુલ્લી ખાડીને પેક કરવા માટે માંગ કરી છે. છેલ્લા દોઢ મહિનાથી મચ્છરોનો ત્રાસ એટલી હદે વધ્યું છે કે અહીં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું હતુ કે, મચ્છરોનો ઉપદ્રવના કારણે રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. મનપામાં ફરિયાદો (Complaints in SMC) કરવામાં આવે છે તો ઉડાઉ જવાબ આપવામાં આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST