ડાંગર તોડવા આવેલા કર્મીઓએ દારૂની મોજ માણી, વીડિયો વાયરલ થતા પોલીસ દોડી - Mahisagar Crime News
🎬 Watch Now: Feature Video
મહિસાગર : 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ દારૂના રસિકો મહેફિલ (employees Alcoholic feast in Lunawada) માણવાની તૈયારીઓ કરી દીધી છે. ત્યારે લુણાવાડા કોલેજ ગ્રાઉન્ડમાં રાત્રી દરમિયાન દારૂની મહેફીલ માણતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોલેજ ગ્રાઉન્ડમાં ડાંગર તોડવા આવેલા કર્મચારીઓની દારૂની મહેફીલ માણી (Lunawada College Ground) રહ્યા હતા. તે દરમિયાન કોઈએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોબાળો મચ્યો છે. ગાંધીનગર અને હિંમતનગરથી આવેલા કર્મચારીઓનો દારૂ અને બીયર પીતા વિડીઓ વાયરલ થતાં હોબાળો મચ્યો છે. વાયરલ થયેલા વિડિયોમાં કેટલાક કર્મચારીઓ દારૂ તેમજ બિયર હાથમાં રાખી અને હરતા ફરતા નજરે પડી રહ્યા છે. એક બાજુ મજૂરો તોલ માપ લઈ રહ્યાં છે, ત્યારે બીજી તરફ કર્મચારીઓ ગાડીના બોનેટ પર ખુલ્લેઆમ નશો કરી રહ્યા છે. જો કે, આ કોલેજ ગ્રાઉન્ડ (Lunawada video viral) ખાતે છેલ્લા ચાર દિવસથી ડાંગરની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, ત્યારે કર્મચારીઓ બેખોફ બની અને સરકારના દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર આ અધિકારીઓ પર એક્શન લે છે કે નહીં. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. Etv bharat આ વીડિયોની પુષ્ટિ કરતા નથી. (Liquor party at Lunawada College ground)
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST