Vadodara Crime : ચોરી કરેલા સોનાચાંદીના દાગીના વેચવા નીકળ્યા પણ... - ત્રણ આરોપીઓને પોલીસે દબોચ્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2022, 8:56 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

વડોદરામાં ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને (Theft in Vadodara Saadhli )બાતમી મળી હતી કે, ત્રણ શંકાસ્પદ આરોપી ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના (Vadodara Crime )વેચવા માટે સેગવા બાજુથી આવી રાજપીપળા તરફ જવાના છે. બાતમી મળતા છાણી હેડ કવાર્ટર ખાતેની ટીમ સેગવા ગામની સીમમાં (Three accused were arrested for theft)આવેલી રાજપીપળા રોડ ઉપર આવેલી કેનાલ પાસે આવી બાપા સીતારામવી મઢી સામે રોડ ઉપર આરોપીની વોચમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મુજબ શખ્સો દેખાતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસને સ્થળ પરથી પકડાયેલા શખ્સોમાં શંકા જતા પોલીસ દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેઓની તપાસ કરતા થેલીમાંથી ઘાતુની લગડી તેમજ અન્ય પરચુરણ સામાન મળી આવ્યો હતો. પોલીસ દ્વારા (Vadodara Police)આરોપી પાસેથી આ દાગીનાની બીલ માંગવામાં આવતા કોઈ જવાબ આપવામાં ન આવતા પોલીસને શંકા થાય છે. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરે છે. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 2,37,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.