SVNIT વિદ્યાર્થીઓએ રામ મંદિર થીમ ઉપર 2500 દીવાથી રંગોળી બનાવી - વોકલ ફોર લોકલ
🎬 Watch Now: Feature Video
દિવાળીનો તહેવાર ( Dipotsavi 2022 ) નજીક છે ત્યારે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ( SVNIT )ના વિદ્યાર્થીઓએ મળીને રામ મંદિર થીમ ઉપર 2500 દીવાથી રંગોળી ( Rangoli with 2500 lamps on Ram Mandir theme ) બનાવી છે. આ વિદ્યાર્થીઓએ રંગોળી વોકલ ફોર લોકલને પ્રોત્સાહન ( Vocal for local ) આપવા માટે બનાવી છે. કારણકે જે લોકો આત્મનિર્ભર બની મહેનત કરીને દીવો બનાવી વેચી રહ્યા છે તેવા લોકોને પ્રોત્સાહન આપવા માટે 10 બાય 20ની સાઇઝની આ રંગોળી બનાવવામાં આવી છે. જોકે દર વર્ષે આ વિદ્યાર્થીઓ દિવાળીએ કંઇક નવું નવું કરતા હોય છે. ત્યારે આ વખતે આ વિદ્યાર્થીઓ ( SVNIT Students )એ રામ મંદિર થીમ ઉપર દીવાથી રંગોળી બનાવી છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST