Rain in Banaskantha : બનાસકાંઠાની બજારમાં 4થી 5 ફૂટ પાણી ઘૂસી જતા ભારે નુકસાન
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : ગઈકાલે રાજ્યના કેટલાક શહેરોમાં અષાઢી બીજના (Ashadhi Bij 2022) દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતા. ડીસામાં 5 ઇંચથી વધુ વરસાદ (Rain in Banaskantha) વરસ્યો હતો. તેમજ આખોલ ચાર રસ્તા પાસે 50 દુકાનો પાણીમાં ગરકાવ થયા હતા. દુકાનોમાં 4 થી 5 ફૂટ પાણી ઘૂસી જતા ભારે નુકસાન પણ થયું હતું. કારીયાણા, ફુવારા, ઓટો પાર્ટ્સ, બેટરી અને ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પાણી ઘૂસી હાલત કફોડી બની હતી. તો બીજી વરસાદના આગમનને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોમાં ખુશીની (Rain forecast in Gujarat) લહેર જામી હતી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST