વડાપ્રધાન મોદીએ 94 વર્ષ જૂનો ચરખોકાંત્યો, કહ્યું બાળપણ યાદ આવી ગયું - PM Modi Khadi Utsav

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 27, 2022, 7:15 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તેમણે સાબરમતી રીવરફ્રન્ટ પર યોજાયેલા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહીને 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો હતો. આ ચરખાનો ઉપયોગ દેશના સ્વતંત્રતા સંગ્રામ વખતે કરવામાં આવ્યો હતો. આ ચરખો બારડોલી સત્યાગ્રહ વખતે ઉપયોગમાં લેવાયો હતો. વડાપ્રધાન મોદીની સાથોસાથ અનેક ચરખાના કારીગરોએ ચરખો કાંત્યો હતો. ગુજરાત જ નહીં દેશના અનેક રાજ્યના જિલ્લાઓમાંથી રીવરફ્રન્ટ પર કારીગરો ચરખો કાંતવા માટે એકઠા થયા હતા. ખાદી ઉત્સવ પાછળનો હેતું દેશ વિદેશમાં ભારતની ખાદીને વેગ આપવાનો છે. જેના પર અનેક એવા કારીગરો નિર્ભર રહે છે. આ ખાદી ઉત્સવમાં વર્ષ 1920ના દાયકાના 22 જૂનવાણી ચરખા પણ રાખવામાં આવ્યા હતા. Khadi Utsav 2022, Ahmdabad Sabarmati Riverfront, PM Modi to spin charkha at ahmedabad
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.