વિદેશ જતા લોકો સાવધાન, કેનેડાના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને કરોડોની છેતરપિંડી - આર્થિક અપરાધ નિવારણ શાખા
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા હર્ષિલ ઉર્ફે બંટી પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કેનેડાના વિઝા અને વર્ક પરમિટ(Canada work permit visa) અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદના પગલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શહેરના ગુરુકુળ વિસ્તારમાં આવેલી ઉદાન હોલીડેઝ નામની કંપની વર્ક પરમિટ અને કેનેડાના વિઝાની લાલચ(Canada PR Visa Fraud) આપીને લોકોને છેતરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક નહીં પરંતુ 100 લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર હર્ષિલ પટેલ અને સુનિલ શિંદે નામના બે શખ્સોની નાણાકીય ગુના નિવારણ શાખા દ્વારા હર્ષિલ પટેલ અને સુનિલ શિંદેની ધરપકડ કરવામાં આવી છે. હર્ષિલ પટેલે કેનેડાના વિઝાની લાલચ આપીને વિઝા ફી પેટે રૂપિયા 15 લાખ પડાવી લીધા હતા. બાદમાં ત્રણ સંબંધીઓને કેનેડાની વર્ક પરમીટ આપીને રૂપિયા 24 લાખ 47 હજાર પડાવી લીધા હતા. વધુમાં આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી છે કે તેઓ વર્ક પરમીટ મેળવવા માટે સોદા કરતા હતા. આ ત્રિપુટી દ્વારા વિઝા માટે આવેલા લોકોને સમજાવવા માટે એક નક્કર યોજના પણ બનાવવામાં આવી હતી. જેમાં તેઓએ PR માટે વર્ક પરમીટ અને સ્પોન્સર લેટર મંગાવવાનો હોય છે. અને તે માટે કેનેડામાં તેમના પરિચિતોને જાણીને તેમના બિઝનેસમાં રોકાણ કરવાનું હોય છે. આ ઉપરાંત આરોપી હર્ષિલ પટેલ સામે નારણપુરા પોલીસ સ્ટેશનમાં(Naranpura Police Station) ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં તેણે રૂપિયા 3.50 લાખની છેતરપિંડી કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં 100થી વધુ વ્યક્તિઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. લોકોએ નકલી સ્પોન્સર લેટર બનાવી લોકોને છેતર્યા છે. વર્ષ 2018થી હર્ષિલ દવે અને હેમલ દવે નામના બે લોકોએ કૌભાંડની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ઉદાન હોલીડેઝ નામની કંપનીમાં કામ કરતા સુનિલ શિંદે નામના શખ્સે પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે, હવે પોલીસે આરોપી હર્ષિલ ઉર્ફે બંટી પટેલની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જ્યારે પણ તમે કોઈપણ એજન્સીને વિઝા માટેની ફાઈલ આપો છો, ત્યારે તમારે ખાતરી કરવી જોઈએ કે તે સરકારી માન્યતા પ્રાપ્ત એજન્સી છે અને કોઈપણ એજન્સી અથવા એજન્ટ જે પ્રાયોજક પત્ર જેવા દસ્તાવેજો પ્રદાન કરે છે. તે આર્થિક અપરાધ નિવારણ શાખા(Economic Offenses Prevention Branch) દ્વારા અપીલ સાથે ચકાસાયેલ હોવું જોઈએ. હર્ષિલ પટેલ, હેમલ દવે અને સુનિલ શિંદે જો આ ત્રણમાંથી કોઈએ છેતરપિંડી કરી હોય તો આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST