પાટણમાં લગ્નની થીમ ઉપર ગરબે ઘૂમી આદ્યશક્તિની આરાધના કરી - patan MALHAR society
🎬 Watch Now: Feature Video
પાટણ શહેરમાં નોરતાની રંગત બરાબર જામી છે નવરાત્રી હવે અંતિમ ચરણમાં છે, ત્યારે ખાનગી પાર્ટી પ્લોટ ઉપરાંત શેરી, પોળો અને સોસાયટીઓમાં પણ ગરબાની રમઝટ જામી છે. દરેક સોસાયટીઓમાં અલગ અલગ થીમ ઉપર ગરબાનું અનોખું આયોજન થઈ રહ્યું છે, ત્યારે શહેરની મલ્હાર સોસાયટીના રહીશોએ લગ્નની થીમ ઉપર ગરબે ઘૂમી મા આદ્યશક્તિની આરાધના કરી હતી.(MALHAR society play garba ON marriage theme) સોસાયટીમાં લગ્નની જાન આવી હોય તે રીતે મહિલાઓ માથે સાફા પહેરીને તેમજ વર-વધુના સ્વાંગમાં ગરબે રમીને નવરાત્રીના ગરબા સાથે લગ્નના ગરબા જેવો આનંદ માણ્યો હતો. એટલું જ નહીં અહીં સમગ્ર માહોલ નવરાત્રીના ગરબામાં પણ લગ્નમય બન્યો હતો(patan MALHAR society) જાન આંગણે આવે અને જે રીતે જાનૈયાઓ માટે ખાનપાન તેમજ શરબતની વ્યવસ્થા થાય તે રીતે અહીં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST
TAGGED:
patan MALHAR society