GPMC એક્ટમાં મેયર સિવાય અન્ય હોદ્દેદારને જાહોજલાલીનું પ્રોવિઝન નથી : વિપક્ષ નેતા - અમી રાવતની લીગલ નોટિસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2022, 4:03 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા (Opposition Leader Ami Rawat) અમી રાવતે એમના વકીલ કિશોર પિલ્લે દ્વારા મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ, મેયર કેયુર રોકડિયા, મેયર નંદા જોશી, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ પટેલ તેમજ શાસક પક્ષ ભાજપના નેતા ચિરાગ બારોટ, શાસક પક્ષના દંડક અલ્પેશ લિંબાચિયાને કાયદાકીય લીગલ નોટિસ (Legal Notice of Ami Rawat) આપવામાં આવી છે. પ્રજાના પૈસે કાયદા વિરુદ્ધ મોંઘી ગાડીઓ અને પેટ્રોલનો ધુમાડો કરતા ભાજપના ભ્રષ્ટ નેતાઓ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ GPMC એક્ટ કાયદા વિરુદ્ધ અને ગેરકાયદેસર સામે આવ્યું છે. તેની રિકવરી અને કાયદાકીય પગલાં લેવા આ લીગલ નોટિસ આપ્યાથી GPMC એક્ટનું પાલન કરીને કમિશનર શાલિની અગ્રવાલ ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, સત્તાધારી ભાજપના, દંડકને ગેરબંધારણીય સુવિધાઓ જેવી કે કાર, ડ્રાઈવર, ચા-નાસ્તાના વિવેકાધીન ખર્ચની તમામ સુવિધાઓ પરત લેવા માંગણી કરી હતી. વિપક્ષ નેતા દ્વારા આ અંગે (Ami Rawat Notice Commissioner) માહિતી આપી હતી કે, આ વર્ષે 42.44 લાખ ખર્ચ વાહનના ઇંધણ અને ડ્રાઇવર પાછળ થયો છે. સાથે ચા-નાસ્તાનો ખર્ચ 6.68 લાખ સુધી થયો છે. છેલ્લા એક વર્ષમાં 49.12 લાખ રૂપિયાનો અધધ ખર્ચ કર્યો હતો. GPMC એક્ટમાં મેયર સિવાય અન્ય હોદ્દેદારને કાર તેમજ ચા અને નાસ્તાના ખર્ચ માટેનું પ્રોવિઝન નથી. સભામાં આની દરખાસ્ત મંજૂર થાય તો પણ તે એક્ટ વિરુદ્ધ ગણાય છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.