ભારે બફાટ બાદ હાશકારો, મેઘરાજાએ કરી એન્ટ્રી - હવામાન વિભાગની આગાહી
🎬 Watch Now: Feature Video
સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે બફાટ વચ્ચે મેઘરાજાની સારી એન્ટ્રી કરી છે. જોકે લાંબા સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જોકે લાંબા સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે. વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાય છે. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરના અઠવાલાઇન્સ, વેસુ, અડાજણ, પાલ, રાંદેર, કતારગામ, વરાછા સરથાણા, પાલનપુર, પાટિયા,ઉધના ગોડાદરા, ડિંડોલી, જેવા વગેરે વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. Rain in Surat, Gujarat Rain Update , Moonsoon Gujarat 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST