કામરેજમાં ધોધમાર વરસાદ, સર્વિસ રોડ પર ઘૂંટણ સમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી - કામરેજમાં ધોધમાર વરસાદ
🎬 Watch Now: Feature Video

સુરત જિલ્લામાં હાલ વરસાદી માહોલ( Rain In Gujarat )જામ્યો છે. પવનના સૂસવાટા સાથે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે.ગતરોજ કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો (Rain in Surat)હતો જેને લઇને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કામરેજ ચારરસ્તા પાસે પસાર થતા સર્વિસ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં સર્વિસ રોડ બંધ થઈ ગયો હતો. લાબો ટ્રાફિક જામ થયો હતો જોકે રસ્તા પર(Monsoon Gujarat 2022) પાણી ઓછા થતા સર્વિસ રોડ ફરી રાબેતા મુજબ શરૂ થયો હતો ઘણા વાહન ચાલકો ઘૂંટણ સમાં પાણીમાં જીવના જોખમે પસાર થયા હતા. ઉલ્લેખનીય છે કે કામરેજ ચાર રસ્તા પાસે પસાર થતાં સર્વિસ રોડ પર યોગ્ય વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે ઘૂંટણ સમા પાણી ભરાઇ જતાં હોય છે. દર વર્ષે સર્વિસ રોડ બંધ થઈ જતો હોય છે જેને લઇને વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST