માનસિક અસ્થિર બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકે ખુદ સાથે કર્યું કંઇક આવું... - છોટા ઉદેપુર શિક્ષક દ્વારા દુષ્કર્મ
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુર: જિલ્લામાં બે ત્રણ દિવસ પહેલાં ઝોઝ પોલીસ સ્ટેશનમાં(Zoz Police Station) 14 વર્ષની માસૂમ બાળકી કે જે બોલી પણ શકતી નથી, સમજી પણ શકતી નથી. એવી સગીર વયની માનસિક વિકલાંગ બાળકીની મજબૂરી અને એકલતાનો લાભ લઇ ગામનાં જ એક આધેડ વયના શિક્ષકે દુષ્કર્મ(Chhota Udepur Rape Case) ગુજાર્યોની ફરીયાદ નોંધાઇ હતી. છોટાઉદેપુર તાલુકાના એક ગામની મૂંગી તથા મંદ બુદ્ધિ સગીરા સાથે બળજબરી પૂર્વક એકલતાનો ફાયદો ઉઠાવી શિક્ષક દ્વારા(Rape by Chhota Udepur teacher) દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ ઝોઝ પોલીસ મથકે નોંધાઈ હતી. જેનાં આરોપી શિક્ષક બાબુ રૂપલા રાઠવાએ તેના ઘરની બાજુમાં આવેલા અડારીમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઝોઝ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી ઝોઝ ખાતેની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST