વટવાના સ્થાનિક લોકોએ પૈસા બતાવીને કર્યો કૉંગ્રેસ ઓફિસ ખાતે વિરોધ - Congress
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટીમાં ટિકિટના લીધે રોષ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદના કોંગ્રેસ ઓફિસ ખાતે વટવાના સ્થાનિક લોકોએ હોબાળો કર્યો હતો અને વટવામાં જ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. (protested at the Congress office by showing mone)મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા વટવામાં ગઈકાલે બળવંત ગઢવીને કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ત્યાંના સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કાર્યકરો દ્વારા પૈસા બતાવીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે બળવંત ગઢવીએ પૈસા આપીને ટિકિટ લીધી છે એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST