Maharastra leopard: શ્વાનનો શિકાર કરતો ખુંખાર દીપડો CCTVમાં કેદ - maharashtra leopard attack dog
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્ર: પારનેર તાલુકાના ગોરેગાંવ ખાતે ઘરની રક્ષા કરી રહેલા પાળેલા શ્વાન પર દીપડાએ હુમલો (maharashtra leopard attack dog) કર્યો હતો. તેને ખેંચીને લઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ (leopard attack dog CCTV) થઈ ગઈ છે. દીપડાના આ હુમલાનો સીસીટીવી વીડિયો વાયરલ થતાં ગોરેગાંવ, કીન્હી, બહિરોબાવાડી, કરંડી વગેરે વિસ્તારોમાં નાગરિકોમાં દીપડાના આતંકનો માહોલ જોવા મળી રહ્યો છે. એવું જાણવા મળે છે કે, વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ ગોરેગાંવના છે, જેમાં એક રાત્રે ગેટ હાઉસના આગળના ભાગમાં શાંતિથી સૂતા શ્વાનને જોઈને દીપડો આવે છે. શ્વાન સૂતો હોય ત્યારે દીપડો તેને પકડીને બહાર ખેંચીને રસ્તા પર ફેંકી દે છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST