ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં સાપ જોવા મળતા પ્રવાસીઓ ફફડ્યા, જુઓ વીડિયો - a snake spotted in Train

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 28, 2022, 4:26 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

કોઝિકોડઃ તિરુવનંતપુરમ-નિઝામુદ્દીન એક્સપ્રેસ કેરળના (Thiruvananthapuram-Nizamuddin Express) કોઝિકોડ ખાતે ટ્રેનના એક ડબ્બામાં મુસાફરોએ કોચમાં એક સાપને (a snake spotted in Train) જોયો હતો. જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો (Chaos in Train Junction) માહોલ જોવા મળ્યો હતો. ટ્રેનને એક કલાકથી વધારે સમય માટે કોઝિકોડ જંક્શન પર રોકી રાખવામાં આવી હતી. પછી ટીમ એક સર્ચ શરૂ કરતા પ્રવાસીઓ ભયભીત થઈ ગયા હતા. પણ દોઢ કલાકની મહેનત બાદ પણ સાપ મળ્યો ન હતો. સાપને શોધવા માટે એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે મુસાફરોએ TTEને જાણ કરવા અંગે જાણ કરી હતી. બુધવારની રાત્રે S5 કમ્પાર્ટમેન્ટમાં લોઅર (Railway Lower Berth) બર્થની નીચે સામાનની વચ્ચે સાપ જોવા મળ્યો હતો. જેનો એક મોબાઈલ વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો પણ એક પ્રવાસીએ રેકોર્ડ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેનમાં સાપ મળ્યો છે એ વિશેના સમાચાર ટ્રેનમાં ફેલાતાં જ મહિલાઓ સહિત મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, કોઝિકોડ રેલવે સ્ટેશનના રેલ્વે સત્તાવાળાઓ સુધી આ વાત પહોંચતા જ સાપને શોધવા માટે વન વિભાગના નિષ્ણાતોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રેન લગભગ 10.15 વાગ્યાની આસપાસ કોઝિકોડ પહોંચ્યા પછી જે ડબ્બામાં સાપ દેખાયો હતો તે ડબ્બાના તમામ મુસાફરો નીચે ઉતર્યા હતા. જો કે, સાપ પકડાયો ન હતો. રેલવે સૂત્રોએ જણાવ્યું હતું. સાપ પકડનારાઓને ટાંકીને, રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે, એક મુસાફર દ્વારા લેવામાં આવેલા ફોટામાં દેખાતા સાપને કારણે દોડધામ થઈ ગઈ હતી. જે પછીથી બાજુમાં રહેલા ખાડામાં છુપાઈ ગયો. પણ સર્ચ ટીમને સાપ મળ્યો ન હતો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.