અમદાવાદ બાદ વડોદરામાં પણ ITનું સર્ચ ઓપરેશન - Operation by Income Tax Department

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2022, 9:38 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

વડોદરા: અમદાવાદ બાદ વડોદરા શહેરમાં બિલ્ડર ગ્રુપ પર IT વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં(IT Search Operation in Vadodara) આવ્યું છે. હાલમાં શહેરના સીધેશ્વર ગ્રુપની સાઇટ પર ITનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હરણીમાં આવેલા સીધેશ્વર પ્રાઈમ પ્લસ સાઇટ(Sidheshwar Prime Plus site)માં ITનું સર્ચ ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં 7થી વધુ IT વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. અમદાવાદ બાદ ફરી એક વાર વડોદરા શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઓપરેશન(Operation by Income Tax Department) હાથ ધરાતા બિલ્ડરોમા ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરા શહેરમાં અગાઉ પણ  ઇન્કમટેકસ વિભાગ દ્વારા અન્ય પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટી બેનામી સંપત્તિ ઝડપી પાડવામાં આવી હતી. ફરી એકવાર વડોદરામાં સિધેશ્વર ગ્રુપની સાઇટ પર ITનું સર્ચ ચાલી રહ્યું છે. ફરી એકવાર મોટું બેનામી નાણું બહાર આવી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ઇન્કમટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડાને લઇ સમગ્ર બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.