Himatnagar Theft Case: એવી તે કઈ મજબૂરી હતી કે ચોરોએ ઘરમાં હાથ કરવો પડ્યો સાફ - Sabarkantha Theft Case
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા : ઘર ફૂટે ઘર જાય તે કહેવત અનુસાર સાબરકાંઠાના હિંમતનગરના (Himatnagar Theft Case) મોતીપુરામાં થયેલી લાખો રૂપિયાની ચોરી પિતરાઈ ભાઈ તેમજ ભત્રીજાનું નામ ખુલતા સમગ્ર જિલ્લાભરમાં ભારે ખળભળાટ સર્જાયો છે. હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં મનીષ સોનીના મકાનમાં એક સપ્તાહ અગાઉ કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશ કરી 75 લાખથી વધારાની ચોરી કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ (Himmatnagar Crime Case) સાબરકાંઠા જિલ્લા પોલીસે (Sabarkantha District Police) 94 લાખથી વધુના મુદ્દામાલ સાથે સગીર વયના યુવક સહિત 2ની અટકાયત કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં પિતરાઈ ભાઈ અને ભત્રીજા દ્વારા લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે પોલીસની બાજ નજરના પગલે 94 લાખથી વધુના (Sabarkantha Theft Case) મુદ્દામાલ સાથે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST