Flooding in Purna river: નવસારીમાં પૂરના પાણીથી લોકોને ભારે નુક્સાન - Flooding in Purna river
🎬 Watch Now: Feature Video
નવસારી: નવસારીમાં પૂર્ણા નદીના પૂર( Flooding in Purna river)ઓસર્યા બાદ નવસારી-વિજલપોર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સ્થિતિ કફોડી બની છે. ખાસ (flood water in Navsari)કરીને હળપતિવાસ કે શ્રમિક વિસ્તારમાં ઘણું નુકશાન થયું છે. નવસારીમાં જોડાયેલા કાછીયાવાડી ગામના હળપતિ વાસમાં ઘરોમાં 5 ફૂટ પાણી ભરાયા હતા. 4 દિવસો સુધી પાણી રહેતા આદિવાસીઓએ ઘરની છત પર અથવા તો પોતાના ઘરમાં પાણીમાં પલંગ અથવા અન્ય પીપળા પર બેસીને દિવસો વિતાવ્યા હતા. પરંતુ પૂરના વિકટ દિવસોમાં વિતાવ્યા હતા. તંત્ર દ્વારા પણ કાછીયાવાડીની સુધ લેવામાં આવી ન હતી. જ્યારે પાલિકાના નગરસેવકોએ તાકીદ પણ કરી નથી. ત્યારે ગામના આગેવાનોએ આ આદિવાસી પરિવારોને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. નગરસેવકો કે પાલિકાના આધિકારીઓને રજૂઆતો બાદ પણ કોઈ કોઈએ આજ સુધી ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ સરકારી સહાયની પણ આશા સેવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST