કચ્છમાં મતગણતરી કેન્દ્ર પર ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા - battle between 1621 candidates on 182 seats
🎬 Watch Now: Feature Video
કચ્છ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આવતીકાલે મતગણતરી(Counting of votes) હાથ ધરાશે. કચ્છની છ વિધાનસભા બેઠક(kutch assembly seat) પર પહેલા તબક્કામાં થયેલ મતદાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કચ્છની 6 બેઠકો પર 59.80 ટકા મતદાન થયું હતું. તો 16,35,879 મતદારોમાંથી કુલ 9,79,148 મતદારોએ જ મતદાન કર્યું હતું આવતી કાલે ભુજની ઈન્જિનીયરિંગ કોલેજ ખાતે કચ્છની તમામ બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી માટે ભુજની સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. મતગણતરીના આ કાર્યને પાર પાડવા માટે 125 માઈક્રો ઓબઝર્વર સહિત 750થી વધુ કર્મચારી ફરજ બજાવશે. અત્યાર સુધીમાં 5000 થી વધારે પોસ્ટલ બેલેટ મળી ચૂક્યા છે. તો 6 બેઠકો માટે 24 ટેબલ પર 136 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. ઈન્જિનીયરિંગ કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા છે.સ્થાનિક પોલીસ, એસઆરપી અને સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ દ્વારા સુરક્ષા સંભાળવામાં આવશે. 20 જેટલા સીસીટીવી કેમેરા મારફત સુરક્ષા વ્યવસ્થાનું સતત નિરીક્ષણ કરવા સાથે મતગણતરી કેન્દ્રની આ સુરક્ષા કામગીરીનું 24 કલાક વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.મતગણતરી માટે છ કાઉન્ટિંગ રૂમ બનાવાયા છે, જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં રાપર, પહેલા માળે ભુજ, ગાંધીધામ અને માંડવી તો બીજા માળે અંજાર અને અબડાસા બેઠકની ગણતરી હાથ ધરવામાં આવશે.આવતી કાલે બપોરે 4 વાગ્યા સુધીમાં કચ્છની 6 બેઠક પરના 55 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST