ભાજપના ઉમેદવારે પોતાના પરચા સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા - Kamrej seat Praful panseriya
🎬 Watch Now: Feature Video
સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો (Kamrej assembly seat) બાકી રહ્યા છે. ત્યારે આજરોજ ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ છે, ત્યારે કામરેજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયા બહોળી સંખ્યામાં સમર્થકોને સાથે રાખીને પોતાનો પરચો બતાવીને ઉમેદવારી નોંધાવવા કામરેજ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. વિજય મુહૂર્તમાં (Surat Assembly Candidate) ફોર્મ ભર્યું હતું. પ્રફુલ પાનસેરિયા એક લાખની લીડથી જીત થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કામરેજ વિધાનસભા બેઠક પર (Kamrej seat Praful panseriya) ત્રિપાંખીયો જંગ જામ્યો છે. તો બીજી તરફ હાલ કોંગ્રેસ, AAP અને ભાજપના ઉમેદવાર જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે હવે જોવું રહ્યું કે આ બેઠક પર કયો મુરતિયો રાજ સિહાંસન પર બેસશે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST