જૂનાગઢમાં 27 વર્ષના વિકાસની વચ્ચે આજે પણ જોવા મળે છે અનેક સમસ્યા - junagadh public problems
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: આગામી દિવસોમાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) આવી રહી છે. પાછલા 27 વર્ષ દરમિયાન જૂનાગઢમાં વિકાસને લઈને મતદારો સાથે ઈટીવી ભારતની ખાસ મુલાકાત (etv bharat special program) થઈ હતી. મતદારોએ જૂનાગઢમાં વિકાસને લઈને ખૂબ જ ચિંતા (junagadh public problems) દર્શાવી હતી. પાછલા દસ વર્ષ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ જૂનાગઢનું પ્રતિનિધિત્વ કર્યું છે, પરંતુ આ 10 વર્ષ દરમિયાન આખે ઉડીને વળગે તે પ્રકારનું કામ હજુ સુધી જૂનાગઢમાં જોવા મળતું નથી. કેટલાક મતદારોએ તો જૂનાગઢમાં વિકાસ કામોને લઈને નવી અરજી હુકુમતની સ્થાપના કરવા સુધીની માંગ કરી હતી. તો પાછલા ઘણા વર્ષોથી જૂનાગઢના સ્થાનિક રાજકારણને ખૂબ જ નજીકથી જાણતા મતદારે નેતાઓની ઈચ્છા શક્તિ નહીં હોવાને કારણે આજે પાછલા 27 વર્ષથી જૂનાગઢ વિકાસની કાગડોળે રાહ જોઈ રહ્યું છે. જૂનાગઢનું પ્રતિનિધિત્વ ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એમ મળીને ત્રણેય ધારાસભ્યો કરી ચૂક્યા છે પરંતુ જૂનાગઢની સમસ્યા અને તેની માંગ આજે 27 વર્ષ અને તે પૂર્વેથી સતત જોવા મળે છે જેને લઈને જૂનાગઢના મતદારો પણ ખૂબ ચિંતિત બની રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST