સેલ્ફીના શોખીન માટે લાલબત્તી, ફોટો પાડવા જતા મોતને ભેટ્યો યુવાન - પૌસરી ગામે યુવક તળાવમાં ડૂબ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 3, 2022, 12:08 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

નવસારી સેલ્ફી લેવાનો ક્રેઝ આજના યુવાનો પર ભારે પડતો જોવા મળે છે. કોઈક વાર સેલ્ફી લેવા માટે ભારે રિસ્ક પણ લઈ લેતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવાનને સેલ્ફી લેવાનું ભારે પડ્યું છે. ગણદેવી તાલુકાના પૌસરી ગામે તળાવની વચ્ચે સેલ્ફી પોઇન્ટ (lake drown young In Navsari) બનાવવામાં આવ્યો છે. જ્યાં અનેક લોકો સેલ્ફી લેવા માટે જતા હોય છે. ત્યારે આર્યન અનિલ ટંડેલ (Pausari Village Selfie Point) નામનો યુવાન તળાવમાં ઉતરીને સેલ્ફી પોઇન્ટ સુધી તરીને પહોંચવા જતા પાણીમાં ખેંચ આવતા આ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો. સમગ્ર બાબતની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચી તળાવમાં યુવકની શોધખોળ કરવામાં (young drowned lake in Pausari village) આવી હતી. ત્યારબાદ મહામુસીબતે ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત બીલીમોરા પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ગામમાં તેમજ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. (Youth death while taking selfie in Gandevi)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.