Summer Sickness in Bhavnagar : ભાવનગરમાં ભારે તાપના કારણે બિમારીનો ફાટ્યો રાફડો
🎬 Watch Now: Feature Video
ભાવનગર : ભાવનગર શહેરમાં ઉનાળાનો તડકો (Today Temperature in Bhavnagar) હાઈસપાટી એટલે 44.5 સુધી સ્પર્શી ગયો છે. તાપમાં ફરતા લોકો લુ ના શિકાર બની રહ્યા છે. માર્ચ માસથી લઈને મેં માસ સુધીમાં મહાનગરપાલિકા વિસ્તારમાં દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો મૌલિક વાઘાણી જણાવ્યું કે, ભાવનગર શહેરની વસ્તી 7 લાખ આસપાસની છે, ત્યારે માર્ચ માસથી શરૂ થયેલી ગરમીને પગલે તડકામાં ફરનારા લોકોને લુ (Bhavnagar Heat Illness) લાગવાની પૂરી સંભાવના છે. ભાવનગર શહેરમાં 14 PHC સેન્ટર આવેલા છે. આ PHC સેન્ટરમાં અત્યાર સુધીમાં 1100 જેટલા કેસ નોંધાયા છે. દરેક દર્દીઓને PHC સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી. ડો મૌલિક વાઘણીએ ઉપરોક્ત માહિતી પૂરી પાડી હતી. ભાવનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ સર ટી હોસ્પિટલ છે. જ્યાં ગરમીના પગલે દર્દીઓનો ઘસારો વધુ જોવા મળ્યો નથી. હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં 1 મેં થી લઈને 17 મેં સુધીમાં હાર્ટ સ્ટોકના 5 કેસ, ઝાડાના 122 કેસ અને તાવના 47 કેસ (Summer Sickness in Bhavnagar) સામે આવ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય ઇન્ચાર્જ અધિકારી ડો મૌલિક વાઘણીએ જણાવ્યું હતું કે હાલની ગરમીમાં વડીલો,બાળકો અને ગર્ભવતી મહિલાઓ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેમજ દરેક વ્યક્તિએ પાણીનું પ્રમાણ વધારવું જોઈએ. લીંબુ શરબત વગેરે ઓન લેવામાં આવે તો ઉત્તમ છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST