ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વાહનવ્યવહારમાં મોટી બ્રેક - Gujarat Monsoon 2022
🎬 Watch Now: Feature Video
સુરત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા Monsoon Season in Gujarat સમગ્ર તાલુકાને માઠી અસર થઈ છે. આ રૂટ પરના અનેક રસ્તાઓ બંધ થયા હતાં. સુરત જિલ્લામાં ફરી મેઘરાજા એ તોફાની બેટિંગ કરતાં ઉમરપાડા તાલુકાના Massive Effects of Monsoon અનેક એવા ગામમાં જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ જોવા મળી છે. જેના કારણે છેવાડાના વિસ્તારો સુધી પહોંચવું Gujarat Monsoon 2022 મુશ્કેલ બન્યું હતું. કારણ કે, બ્રીજ પરથી અને મુખ્ય રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા હતા. જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. ઉમરપાડા તાલુકામાં રાત્રી દરમિયાન તેમજ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર તાલુકો પ્રભાવિત થયો હતો. ભારે વરસાદના કારણે વરેહ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી જ્યારે વહીવટી તંત્ર દ્વારા શરદા, બલાલકુવા, આમલીદાભડા ગામને જોડતા માર્ગ બંધ કર્યા હતા. ઉલ્લેખનિય છેકે હાલ સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST