શ્રાવણ માસના પ્રથમ દિવસથી ઉપવાસીઓને અનોખા પ્રસાદનું વિતરણ - બનાસકાંઠા જિલ્લા કલેકટર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 29, 2022, 9:21 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજી મંદિરમાં(Shaktipeeth Ambaji Temple) વર્ષોથી મોહનથાળનો પ્રસાદ પ્રચલિત છે. જે વર્ષોથી વહેંચાઈ રહ્યો છે. એવામાં હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ(Ambaji Mandir Devasthan Trust) મોહનથાળના પ્રસાદ સાથે ફરાળી પ્રસાદનું વિતરણ પણ શરુ કર્યું છે. આંબાજી આવતા પુનમના તેહવારે તેમજ રવિવાર હોય કે અન્ય વાર તહેવારે ઉપવાસ રાખનાર લોકો મોહનથાળનો પ્રસાદ ખાઈ શકતા ન હતા. તેવામાં ઉપવાસના સમયે પણ માં અંબેનો પ્રસાદ શ્રદ્ધાળુઓ આરોગી શકે. તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આજે શ્રાવણ માસના પ્રથમ દિવસથી ફરાળી પ્રસાદનું વિતરણ વ્યવસ્થા શરુ કરી છે. ખાસ કરીને દેશ વિદેશમાં અંબાજીનો પ્રસાદ સરળતાથી લઈ જઈ શકાય તેના માટે સૂકા અને ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીકીના પ્રસાદનું વેચાણ આજથી મંદિર ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવ્યું હોવાનુ જિલ્લા કલેકટર(Banaskantha District Collector),ચેરમેન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આનંદ પટેલે જણાવ્યું હતું. મંદિરમાં મોહનથાળનો પ્રસાદ વેચાશે. શ્રાવણ માસના પ્રથમ દિવસેથી(First day of Shravan Month) ફરાળી પ્રસાદનું પણ વિતરણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવ્યું છે.. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસથી અંબાજી મંદિરમાં ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીકીનું વિતરણ શરૂ કરાતા યાત્રિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઉપવાસમાં મોહનથાળનો પ્રસાદ ખાઈ ન શકતા. ત્યારે હવે આ ફરાળી ચીકીનો પ્રસાદ ગમે તેવા વાર તહેવારને ઉપવાસના પ્રસંગે પણ માતાજીનો પ્રસાદ લઈ શકાશે. આ ફરાળી ચીકીનો પ્રસાદ સીંગ, તલ, ખાંડના મિશ્રણથી બનાવામાં આવ્યો છે. 100 ગ્રામના પેકેટ રૂપિયા 25માં વિતરણ માટે મુકાયા છે. ચીકીના પેકેટ ઉપર બેસ્ટ બીફોર બે મહિનાની તારીખ પણ દર્શાવવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.